વલસાડમાં જન ઔષધિ કેન્દ્રનું જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના હસ્તે ઉદઘાટન કરાયું.

SB KHERGAM
0

         વલસાડમાં જન ઔષધિ કેન્દ્રનું જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના હસ્તે ઉદઘાટન કરાયું.


--- ધરમપુરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં પણ જન ઔષધિ કેન્દ્ર શરૂ કરાયું.

--- વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૩માં જન્મ દિન પ્રસંગે રાજ્યમાં ૭૩ જન ઔષધિ કેન્દ્રો શરૂ કરાયા. 


દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૩ વર્ષ પૂર્ણ થવાના અવસરે તેમના જન્મ દિન નિમિત્તે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ગુજરાત રાજ્ય શાખાના ચેરમેન અજયભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અને રાજ્યના આરોગ્ય - પરિવાર કલ્યાણ વિભાગના સહયોગથી ગુજરાતના વિવિધ સ્થળોએ ૭૩ પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત વલસાડની સિવિલ હોસ્પિટલ તથા ધરમપુરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં જન ઔષધિ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. 


વલસાડની સિવિલ હોસ્પિટલના મુખ્ય દરવાજાની બાજુમાં પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રનું ઉદ્ઘાટન જિલ્લા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના પ્રમુખ અને જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાનીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના એ સરકારની ગુજરાત મેડિકલ સર્વિસિસ કોર્પોરેશન દ્વારા જેનરીક દવાઓને ખૂબ જ સસ્તા ભાવે પૂરી પાડવાની યોજના છે. જેથી આ મેડિકલ સ્ટોરમાં સૌથી ઓછા ભાવે દવા મળી શકશે. 

વલસાડ જિલ્લા રેડ ક્રોસના માનદ મંત્રી  ડો. યઝદી ઇટાલીયાએ જણાવ્યું કે, રાજ્યમાં બધા જ ૭૩ જન ઔષધિ કેન્દ્રોનું સંચાલન રેડક્રોસની ગુજરાત રાજ્ય શાખા દ્વારા કરવામાં આવશે. વલસાડ અને ધરમપુરના લોકોને આ જન ઔષધિ કેન્દ્રોનો લાભ લેવા અનુરોધ છે. 

માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૧૮ સપ્ટેમ્બર 

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top