ખેરગામ તાલુકાના બહેજ રૂપા ભવાની મંદિર ખાતે રવિ કૃષિ મહોત્સવ યોજાયો.

SB KHERGAM
0

   

ખેરગામ તાલુકાના બહેજ રૂપા ભવાની મંદિર ખાતે રવિ કૃષિ મહોત્સવ યોજાયો.

તારીખ :૨૪-૧૧-૨ ૦૨૩નાં દિને ખેરગામ તાલુકાના બહેજ રૂપા ભવાની મંદિર ખાતે રવિ કૃષિ મહોત્સવ યોજાયો.

આ રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત પ્રથમ દિવસે ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આમંત્રિત મહેમાનો હસ્તે દીપ પ્રાગટ્યથી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો. ત્યારબાદ કૃતિખડક પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું. ત્યારબાદ મહેમાનોનું શાબ્દિક અને પુષ્પ ગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. 

આ કૃષિ મહોત્સવમાં  ડૉ. ખોડીપાડ, કૃષિ વૈજ્ઞાનિક દ્વારા અન્ન મિલેટ વક્તવ્ય અને પ્રશ્નોતરી રજૂ કરવામાં આવ્યું હતું. પ્રાકૃતિક ખેતી કરતા સફળ ખેડૂતોમાં ૧. શ્રીમતી રેખાબેન - પ્રગતિશીલ ખેડુત -ગામ વાવ ૨. શ્રીમતી જીયાબેન આહિર- પ્રગતિશીલ પશુપાલક ૩. શ્રી ધર્મેશભાઈ લાડ - પ્રગતિશીલ ખેડુત- ગામ-પણંજ દ્વારા વક્તવ્ય, સહકાર વિભાગના ૨૦ મુદ્દા કાર્યક્રમ અંગેનું વકતવ્ય સબ ઓડીટરશ્રી, જિલ્લા રજીસ્ટ્રાર સહકારીમંડળીઓની કચેરી નવસારી, શ્રી ડી.એન.ગરાસીયા, FPO ની કામગીરી અંગેનું વકતવ્ય શ્રી ભરતભાઈ સી પટેલ, ખેતી ખર્ચના ઘટાડા માટે ઈનપુટના કાર્યક્ષમ ઉપયોગ અને પ્રાકૃતિક ખેતી દ્વારા ઓર્ગેનિક કાર્બનના વધારા અંગે કૃષિ વૈજ્ઞાનિક દ્વારા વકતવ્ય અને પ્રશ્નોત્તરી ડો. હાર્દિક પી શાહ, કૃષિ વૈજ્ઞાનિક, ખેતી પાકોમાંથી ઈથેનોલના ઉત્પાદન અંગેનું વકતવ્ય,શ્રી જયેશભાઈ ડી પટેલ, સહકારી ખાંડ ઉદ્યોગ મંડળ લીમીટેડ,બાગાયત પાકોમાં નવીનતમ ટેકનોલોજી અંગે બાગાયતી નિષ્ણાંત કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકનું વકતવ્ય અને પ્રશ્નોત્તરી ડો. જે.એમ. વશી. કૃષિ વૈજ્ઞાનિક દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. 

ત્યાર બાદ ખેરગામ તાલુકા વહીવટી તંત્ર દ્વારા કૃષિ ફિલ્મનું પ્રસારણ, ૧૦:૩૦ થી ૧૧:૩૦ દરમ્યાન માન. મુખ્ય મંત્રીશ્રીના રાજ્ય કક્ષાના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું. પદાધિકારીઓનું પ્રવચનમાં  પુર્વેશભાઈ ખાંડાવાલા (અધ્યક્ષશ્રી સામાજીક ન્યાય સમિતિ તા.પં. ખેરગામ),  શ્રી ભીખુભાઈ આહિર (સદસ્ય શ્રી જિલ્લા પંચાયત નવસારી),  માન. તાલુકા પંચાયત પ્રમુખશ્રી, રાજેશભાઈ પટેલ દ્વારા તેઓના પ્રવચનમાં પ્રાકૃતિક ખેતી પર ભાર, શિક્ષણ,પશુપાલન, સ્વાસ્થ્ય, અન્ન મીલેટ, કૃષિ મહોત્સવ,વિવિધ ખેડૂત લક્ષી યોજનાઓ, કૃષિ પ્રદર્શન, બાગાયતી પાકો, બાબતે  વિચારો રજૂ કર્યા હતા.

ત્યારબાદ મહાનુભવોના વરદ હસ્તે ખેડૂતનું સન્માન, સેન્કશન ઓર્ડર/ પેમેન્ટ ઓર્ડરનું વિતરણ કરવામાં આવ્યું હતું.

 જેમાં ડેબરપાડા ગામના લલ્લુભાઇ મંજીભાઈ દેશમુખ,HRT-14(MIDH-TSP) યોજના હેઠળ પાવર ટિલરની સહાય રકમ ૬૦,૦૦૦ રૂપિયા, પાણીખડક ગામના યોગેશભાઇ ચંદુભાઇ માહલાને ફળ પાકો ઉત્પાકતા વધારવાનો કાર્યક્રમ હેઠળ ૩૮,૮૦૦ રૂપિયા સહાય, પાટી ગામના મણીલાલ બાબરભાઈ પટેલને HRT-3(અનુસુચિત જનજાતિ યોજના હેઠળ અર્ધપાકા મંડપ માટે ૨૫,૨૦૦ રૂપિયા, આછવણી ગામના મનુભાઈ સામજીભાઇ ભડકીયાને HRT-3(અનુસુચિત જનજાતિ યોજના હેઠળ કાચા મંડપ માટે ૧૩,૬૫૦ની સહાય, પાટી ગામના જીવણભાઈ નગીનભાઇ પટેલને સ્વયંમ સંચાલીત બાગાયત મશીનરી યોજના હેઠળ સ્વયંમ સંચાલીત બાગાયત મશીનરી માટે ૪૬,૦૦૦ રૂપિયા, રૂઝવણી ગામના મનોજભાઈ ઈશ્વરભાઈ પટેલ, બહેજ ગામના રાજેશભાઈ ધીરુભાઇ પટેલ, ખેરગામ ગામના ઠાકોરભાઇ બાવાભાઇ આહીર અને નાંધઈ ગામના જયેશભાઇ જેસિંગભાઈ પટેલને ચાફકટર યોજના હેઠળ ૧૮,૦૦૦ ની સહાય પેટે પેમેન્ટ ઓર્ડર આપવામાં આવ્યા હતા.જ્યારે વાવ ગામના અંબુભાઈ છોટુભાઈ પટેલને તાલુકા કક્ષાનો બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ  રોકડ સ્વરૂપે ૧૦,૦૦૦ રૂપિયા ડીબીટી ઈન્ડિયા દ્વારા આપવામાં આવ્યો હતો.

શ્રી એમ.પી. વિરાણી, તાલુકા વિકાસ અધિકારીશ્રી ખેરગામ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. ત્યાર બાદ ઉપસ્થિત તમામ લાભાર્થી, મહાનુભવો, આયોજકો દ્વારા વિવિધ સ્ટોલની મુલાકાત લેવામાં આવી હતી.

શ્રી રાજેશભાઇ પટેલ માન.પ્રમુખશ્રી ખેરગામ તાલુકા પંચાયત અને કાર્યક્રમના અધ્યક્ષ, શ્રીમતી સુમિત્રાબેન ગરાસીયા અધ્યક્ષશ્રી જાહેર આરોગ્ય સમિતી નવસારી જિલ્લા પંચાયત, જિલ્લા પંચાયત સદસ્યશ્રી- ખેરગામ શ્રી ભીખુભાઇ આહિર, ઉપપ્રમુખશ્રી ખેરગામ તાલુકા પંચાયત લીનાબેન અમદાવાદી, શ્રી સુનિલભાઇ એન પટેલ કારોબારી અધ્યક્ષ તાલુકા પંચાયત, શ્રી પુર્વેશભાઇ ખાંડાવાલા અધ્યક્ષશ્રી સામજીક ન્યાય સમિતી તાલુકા પંચાયત ખેરગામ, શ્રી આશિષભાઇ નાયક ઉપપ્રમુખશ્રી નવસારી જિલ્લા કિસાન મોર્ચા, સરપંચશ્રી બહેજ ગ્રામ પંચાયત શ્રીમતી ભાનુબેન રાજેશભાઇ પટેલ, અરવિંદભાઈ ગરાસિયા (આદિવાસી મોરચા પ્રમુખ),નવસારી જિલ્લા પૂર્વ સદસ્ય પ્રશાંતભાઈ પટેલ, બહેજ ગામના આગેવાન અનિલભાઈ પટેલ, ખેરગામના અગ્રણી ભૌતેશભાઇ કંસારા તથા જીવણભાઈ પટેલ, લિતેશ ગાવિંત ખેરગામ ભાજપ મહામંત્રી,ખેરગામ તાલુકાના કિસાન મોર્ચાના પ્રમુખ નારણભાઈ પટેલ, શ્રી સતીશભાઈ ઢીમ્મર નોડલ અને ના.ખે.નિ. (તાલીમ) નવસારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી શૈલેષભાઈ ચાવડા સાહેબ, મામલતદારશ્રી ખેરગામ શ્રી ડી.સી.બ્રાહ્મણકાચ્છ, તાલુકા વિકાસ અધિકારીશ્રી શ્રી એમ.પી.વિરાણી, મદદનીશ ખેતી નિયામકશ્રી શ્રી મિતેષ ભોયા, શ્રી અશ્વિનભાઈ પટેલ  નાયબ તાલુકા વિકાસ અધિકારીશ્રી, ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર, શ્રી વિરલભાઈ પટેલ નાયબ મામલતદાર, શ્રી મિતેષ ભોયા મદદનિશ ખેતી નિયામકશ્રી,શ્રીમતી સોનલ સી પટેલ નાયબ મામલતદાર ખેરગામ,શ્રી જયેશ ગાયકવાડ વિસ્તરણ અધિકારીશ્રી ખેતી, મંચસ્ત અન્ય મહાનુભાવો,પત્રકારશ્રીઓ ઉપસ્થિત રહ્યા છે.





Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top