ધરમપુરનાં માન. ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલનાં હસ્તે જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર ખાતે ત્રિ-દિવસીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ખુલ્લું મુકાયું.

SB KHERGAM
0

         

ધરમપુરનાં માન. ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલનાં હસ્તે જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર ખાતે ત્રિ-દિવસીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ખુલ્લું મુકાયું.

તારીખ:૧૧-૧૨-૨૦૨૩ના દિને જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર ખાતે જી.સી.ઇ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,  જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ વલસાડ, જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર , ધરમપુર અને બી. આર.સી ભવન, ધરમપુર દ્વારા આયોજિત ત્રિ-દિવસીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. 

 જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર, રાષ્ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય પરિષદ સંસ્કૃતિ મંત્રાલય ભારત સરકાર ખાતે જી.સી.ઇ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,  જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ વલસાડ , જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર અને બી.આર.સી ભવન, ધરમપુર દ્વારા આયોજિત ત્રિ-દિવસીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું ઉદ્ઘાટન શ્રી અરવિંદભાઈ સી. પટેલ માન. ધારાસભ્યશ્રી, ધરમપુરના વરદ હસ્તે કરવામાં આવ્યું. 

આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનુ ઉદ્ઘાટન 11 ડિસેમ્બર 2023 ના રોજ સવારે 11:00 કલાકે ઉદ્ઘાટન સમારંભના અધ્યક્ષશ્રી માન. શ્રી મનહરભાઈ પટેલ પ્રમુખશ્રી, જિલ્લા પંચાયત વલસાડ અને પ્રદર્શનના ઉદ્ઘાટકશ્રી શ્રી અરવિંદભાઈ સી. પટેલ માન. ધારાસભ્યશ્રી, ધરમપુર અને વલસાડ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રી કેતનભાઈ પટેલ, શ્રી મહેન્દ્રભાઇ પટેલ, પ્રાચાર્યશ્રી, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વલસાડ, ડો. પંકજકુમાર દેસાઇ, વિજ્ઞાન સલાહકાર અને સિનિયર લેક્ચરર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વલસાડ, ડો. વિજય ઇટાલીયા, ધરમપુર નગર પાલિકાના ચીફ ઓફિસરશ્રી,  શ્રી પ્રજ્ઞેશ રાઠોડ, શિક્ષા અધિકારી, જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર તથા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના સિનિયર કાર્યઅધ્યક્ષ અને વલસાડ જિલ્લા સંઘના પ્રમુખશ્રી ગોકુળભાઈ પટેલ તથા શૈક્ષિક સંઘના અધ્યક્ષશ્રી રામુભાઇ પઢેર તથા અન્ય હોદ્દેદારો ધરમપુર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી વિજયભાઈ અન્ય હોદેદારો અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કૌશરબેન, શ્રીમતી નેહલબેન ઠાકોર, બી.આર.સી કો. ધરમપુર, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી પિયુષભાઈ માહલા,  શ્રી ધર્મેન્દ્રસિંહજી પરિહાર (ધર્મુદાદા)  વગેરે ઉપસ્થિત રહી પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.


 આ પ્રસંગે બોલતા ધરમપુર ના લોકલાડીલા ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ  પટેલે બાલ વૈજ્ઞાનિકોની પ્રતિભાને બિરદાવી હતી તેમણે સમાજ ઉપયોગી વિજ્ઞાનની કૃતિનુ નિર્માણ કર્યું છે તે સમાજ ને ઉપયોગી થશે એમ જણાવ્યુ હતું. અને 13.12.2023 સુધી આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનો મહત્તમ લાભ વલસાડ જિલ્લાની શાળાના બાળકો અને જાહેર જનતા લે એવો અનુરોધ પણ કર્યો હતો. 

 રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે બાળકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુ વિકસે તથા બાળકોમાં સંશોધન વૃત્તિ જાગ્રત  થાય એ હેતુથી આયોજન કરવામાં આવે છે.


Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top