Khergam: પહાડ ફળિયા પ્રાથમિક શાળા ખેરગામમાં કુદરતી રંગોથી ધુળેટીના પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી.
તારીખ:૨૩-૦૩-૨૦૨૪નાં દિને પહાડ ફળિયા પ્રાથમિક શાળા ખેરગામમાં કુદરતી રંગોથી ધુળેટીના પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી. જેમાં બાળકો દ્વારા કેસૂડાનાં ફૂલો ભેગા કરવામાં આવ્યા હતા તેને ગરમ પાણીમાં ઉકાળીને રંગ વાવવામાં આવ્યો હતો. બાળકો અને શિક્ષકો ઉત્સાહભેર આ પર્વની ઉજવણીમાં ભાગ લીધો હતો.
શાળાનાં આચાર્યશ્રી બબીતાબેન પટેલે હોળી અને ધૂળેટીના પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.