ચીતાલી ગામના ગ્રુપના ગીતના રિલિઝને 1 વર્ષે પણ 1 કરોડથી વધુ વ્યૂઝ
આજના આધુનિક ટેકનિકલ સોશિયલ મીડિયાના જમાનામાં યુ ટ્યૂબે પોતાની એક આગવી જ ઓળખ ઉભી કરી છે.તો આવા જ એક યુટ્યૂબ ગ્રુપની વાત કરવા જઇ રહ્યાં છે અને તે છે નવસારી જિલ્લા, ચીખલી તાલુકાના ચીતાલી ગામનું ડીજે અનંત ચિતાલીનું ગ્રુપ. છેલ્લા 23 વર્ષથી ડીજે અને યુટ્યૂબમા ધૂમ મચાવી રહેલા ગીતો જેમા ડીજે અનંત, સ્મિત પટેલ & ફેનિલ પટેલની ત્રિપુટી ખુબ જ ફેમસ છે. તેમણે અનેક ગુજરાતી દેશી ગામડાની ભાષાનો ઉપયોગ કરીને અનેક ગીતોની રચના કરી છે. તેઓ દેશ વિદેશો ખુબ જ પ્રખ્યાત થયા છે. તેમાંનુ એક સોન્ગ આજે ઇન્સ્ટાગ્રામ ટ્રેન્ડિંગ સોન્ગમાં ઓલ ઓવર ઇન્ડિયા & વર્લ્ડમા 9માં નંબર પર આવ્યુ છે. અને તે સોન્ગનુ નામ છે ‘એક જ ચાલે આદિવાસી જ ચાલે.’ ચીખલી તાલુકાના ચિતાલી ગામના ડીજે અનંત ચીતાલી ગ્રુપના સ્મિત પટેલે જણાવ્યું કે અમારું ગ્રુપ ઘણાં સમયથી પોતાના સમાજને એક જુસ્સો આપવા ગીતની રચના કરવા વિચારી રહ્યું હતું. એજ વિચારધારાને લઇ 9મી ઓગસ્ટ 2022 વિશ્વ આદિવાસી દિવસના દિવસે ‘એક જ ચાલે આદિવાસી જ ચાલે’ ગીત રિલીઝ કરવામાં આવ્યું હતું. આજે તેને 1 વર્ષ ઉપરનો સમય પૂર્ણ થયો છે. આ ગીત અત્યાર સુધીમાં એટલું પોપ્યુલર થયું કે આજે એના વ્યૂઝ 1 કરોડ 8 લાખ ઉપર પહોંચી ગયા છે. આ ગીતના ગાયક કુક્સ રેપર (કેયુર પટેલ), કોરસ ગાયક સ્મિત પટેલ અને શશી એક્ટર તેમજ ગીત લખનાર ફેનિલ પટેલ અને ગીતના સંગીતકાર ડીજે અનંત ચિતાલી, એકટ્રેસ અંજના પટેલ અને વીડિયોગ્રાફીમાં નિકુંજભાઈ પટેલ અને તેમની સમગ્ર ટીમ અભિનંદનને પાત્ર છે.
‘એક જ ચાલે આદિવાસી જ ચાલે’ એ જ ગીતનો ભાગ-2 પણ બનાવાયો છે. તેને 9મી ઓગસ્ટ 2023 વિશ્વ આદિવાસી દિવસના રોજ રિલીઝ કરાયું હતું. જેના પણ 4 દિવસમાં જ 2 લાખ ઉપર વ્યૂઝ પહોંચી ગયા છે, જે સૌ માટે આનંદ અને ગર્વની વાત છે. આમ નવસારી જિલ્લાનાં ચિતાલી જેવા નાનકડા ગામના ટેલેન્ટેડ યુટ્યૂબર્સનું ગ્રુપ અભિનંદનને પાત્ર બન્યું. અને વિશ્વના ખૂણે ખૂણે આદિવાસી ડીજેનાં ગીતો પર લોકોને ડોલાવ્યા છે.