ખેરગામ તાલુકાની જૂની ભૈરવી પ્રાથમિક શાળામાં મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત કાર્યક્રમ યોજાયો.
આજરોજ તા.11.08.23ના રોજ નવી ભૈરવી પ્રાથમિક શાળામાં મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત ગામના સરપંચશ્રી હસમુખભાઈ પટેલ, ગ્રામ પંચાયતના સભ્યો, તલાટીકમમંત્રીશ્રી મીનાબેન, ગામનાં નિવૃત્ત શિક્ષક ગમનભાઈ, ગામનાં આગેવાન દિનેશભાઈ પટેલ, ખેરગામના પોલીસ જવાનો, smcના સભ્યો, ગ્રામજનો તથા શાળાના બાળકોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી જેમાં પ્રથમ શિલાફલકમનું અનાવરણ અને પંચપ્રણ પ્રતિજ્ઞા સૌ સાથે મળી લેવામાં આવી. ત્યારબાદ વસુધાવન અંતર્ગત 75 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. ત્યાર બાદ ગ્રામના વીરોનું સન્માન કરવામાં આવ્યું... અને રાષ્ટ્રધ્વજ ફરકાવી ને શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી... આ કાર્યક્રમ માં ઉપસ્થિત તમામ મહેમાનો અને ગ્રામજનો , વાલીગણનો શાળાના આચાર્યશ્રી આભાર માની કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો..